【ફ્રીડમ ટુ ફેઇલ】

બુલાતી હૈ મગર જાને કા નઈ!
     યે દુનિયા હૈ…ઇધર જાને કા નઈ!
     ઝમિં કો સર પે રખની હૈ…. રખો!
     યહાઁ ઠહર જાને કા નઈ!
     મેં સિતારે નોચ કર લે આઉંગા…
     મેં સિતારે નોચ કર લે આઉંગા….
     મેં ખાલી હાથ ઘર જાને કા નઈ!
     શેર મુશાયરાની દુનિયાના બે તાજ બાદશાહ એવા સ્વ. રાહત ઇન્દોરી સાહેબનો આ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ શેર છે. ફેસબુકના સી.ઈ.ઓ. માર્ક ઝુકરબર્ગે એના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જીવનમાં મેં માત્ર ફેસબુક જ બનાવ્યું છે એવું નથી. ફેસબુક બનાવતા પહેલા પણ મેં ઘણી જગ્યાએ હાથ અજમાવ્યા છે. એ જગ્યાઓમાંથી મળેલો અનુભવ મને ફેસબુકના નિર્માણ તરફ લઈ ગયો. આપણા વિશ્વમાં “ફેઈલ” થવું એ ૧૦૦ રૂપિયાના ઈ-સ્ટેમ્પ જેવી બાબત બની ગઈ છે. વિદ્યાર્થી કોઈપણ ધોરણમાં જો નપાસ થાય તો એની ઉપર આ એક એવું લેબલ ચોંટાડી દેવામાં આવે કે એ બિચારો ઈચ્છે તોયે એને ઉખાડી ના શકે! પોતાની એ સ્પીચમાં માર્ક ઝુકરબર્ગ કહે છે કે “ફ્રીડમ ટુ ફેઇલ લિડ્સ ટુ સક્સેસ!”
     નિષ્ફળતા એ કોઈ બારકોડનું સ્ટીકર નથી કે જે આપણી ઓળખ બની જાય, નિષ્ફળતા એક પડાવ છે, પરંતુ સમાજ એને વ્યક્તિનો કાયમી મુકામ બનાવી દેતો હોય છે અને એટલે જ રાહત સાહેબ એના શેરમાં કહે છે કે “યે દુનિયા હૈ…ઇધર જાને કા નઈ!” દુનિયામાં થયેલી કોઈપણ શોધ “ફ્રીડમ ટુ ફેઇલ”ને આભારી છે. અસફળ થવાની સ્વતંત્રતા વ્યક્તિને સફળતા તરફ દોરી જતી હોય છે. કોઇ બાળક હોય, યુવાન હોય કે પ્રૌઢ વ્યક્તિ હોય જીવનમાં અસફળ થવાની એને સ્વતંત્રતા આપી તો જુઓ સાહેબ! આપણે ત્યાં આવા એક નહીં હજાર ફેસબુક નિર્માણ થઈ શકે એમ છે.
     આપણે સમાજમાં જીવીએ છીએ એ વાત સાચી છે, પરંતુ આ સમાજમાં ફક્ત અને ફક્ત સફળ વ્યક્તિ તરફ સેવાતો પક્ષપાત અને નિષ્ફળ વ્યક્તિ પ્રત્યે દર્શાવાતાં અછૂતપણાના દુષણને દૂર કરવાની જવાબદારી સમાજે ઉઠાવવી જ પડે એમ છે. સફળતા એક એવો મુકામ છે જ્યાં કોણ ક્યારે અને કેટલા પ્રયાસે પહોંચશે એ કોઈ કહી શકતું નથી. પરંતુ ક્યાંક આપણે પહેલા પ્રયાસની નિષ્ફળતાને આપણો કાયમી મુકામ બનાવી દેતા હોઈએ છીએ. દુનિયામાં થયેલા તમામ આવિષ્કાર પહેલે ધડાકે નથી થયા. એની પાછળ જિંદગી ખર્ચાઈ છે. લોહી પરસેવો બનીને વહયું છે ત્યારે આ વિશ્વને કોઈ એક આવિષ્કાર મળી શક્યો હશે.
     આ વિશ્વમાં જે નિષ્ફળતા ઝીલી શકે છે એ જ વ્યક્તિ સફળતાને આવકારી પણ શકે છે. એક એક નિષ્ફળતાઓએ રડવા કરતા ખિસ્સામાં આકાશના તારાઓ ઝૂટવીને ભરી લેવાની હોંશ રાખો સાહેબ! ખાલી હાથ ઘર જાને કા નઈ!

લબુક-ઝબુક:
પ્રખર જ્ઞાની કવિ કાલિદાસ જીવનના કોઈ એક સમયે જે ડાળી ઉપર બેઠા હતા એ જ ડાળી કાપી રહ્યા હતા! ફ્રીડમ ટુ ફેઇલ લિડ્સ ટુ સક્સેસ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s