【અંધારામાં ખાધેલો આઈસ્ક્રીમ: જીવન】

મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે. નાનો હતો ત્યારથી આ મારી એક નબળાઈ રહી છે કે કોઈક દ્વારા આપેલા આઈસ્ક્રીમની ઓફરને ના ન પાડી શકું. પણ હા! પ્લેન આઈસ્ક્રીમ હોવો જોઈએ હો! અંદર ચાવવું પડે એ જરા અસહ્ય લાગે. ચોકલેટના ટુકડાની વાત અલગ છે. આ પૃથ્વી ઉપર મને મારા જેવા અનેક જીવો ભટકાયા છે કે જે પ્લેન … Continue reading 【અંધારામાં ખાધેલો આઈસ્ક્રીમ: જીવન】

【સાહિત્ય સર્જન એટલે વાંચનની આશાએ લખાયેલી હૂંડી!】

કેટલું બધું સાહિત્ય છે આપણી આસપાસ સાહેબ! તમે જે વિષય માંગો એ વિષયનું સાહિત્ય બસ હાથ વેંતમાં તમારી પાસે ઉપસ્થિત થઈ શકે એમ છે. તો બીજી બાજુ એ સાહિત્યોના સર્જન કરવાવાળાની પણ આજે ખોટ નથી. કેટલાંક એવરગ્રીન લેખકોના સદાબહાર સાહિત્યો છે, કે જેને તમે સમયાંતરે વાંચ્યા જ કરો પણ ધરાવ નહીં, તો વળી કેટલાંક આજના … Continue reading 【સાહિત્ય સર્જન એટલે વાંચનની આશાએ લખાયેલી હૂંડી!】

【ફ્રીડમ ટુ ફેઇલ】

બુલાતી હૈ મગર જાને કા નઈ!     યે દુનિયા હૈ...ઇધર જાને કા નઈ!     ઝમિં કો સર પે રખની હૈ.... રખો!     યહાઁ ઠહર જાને કા નઈ!     મેં સિતારે નોચ કર લે આઉંગા...     મેં સિતારે નોચ કર લે આઉંગા....     મેં ખાલી હાથ ઘર જાને કા નઈ!     શેર મુશાયરાની દુનિયાના બે તાજ બાદશાહ એવા સ્વ. રાહત ઇન્દોરી સાહેબનો આ … Continue reading 【ફ્રીડમ ટુ ફેઇલ】

【કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચેનો બ્રિધીંગ ટાઈમ મહત્વનો છે!】

એક હતું જંગલ. એ જંગલમાં તીડ અને કીડી રહેતા હતા. ઉનાળાની ઋતુ હતી. તીડ તો હસતું ગાતું અને આનંદ કિલ્લોલ કરતું. જ્યારે આ બાજુ કીડી પોતાનું દર બનાવવામાં વ્યસ્ત હતી. એકાએક તીડની દ્રષ્ટિ કીડી ઉપર પડી. એટલે તીડે પૂછ્યું કે "કીડીબેન, આટલી સરસ ઋતુ છે અને તમે આ કઈ માથાકૂટમાં પડ્યા છો?", કીડીએ ઉપર આકાશ … Continue reading 【કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચેનો બ્રિધીંગ ટાઈમ મહત્વનો છે!】

【તમે ક્યાં ના??…. કઈ જાતિ ના??】

【તમે ક્યાં ના??…. કઈ જાતિ ના??】-તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર ભારતીય સંવિધાનની વાત કરીએ તો આટલી મોટી વસ્તીને લાગુ પડતી કાયદા-કાનૂનની ભગવદ્દગીતા દાદ માંગી લે એવી છે. આટલી મોટી લોકશાહીના નિયમો ઘડીને આંબેડકર સાહેબે જે ચમત્કાર કર્યો છે એના વખાણ કરીએ એટલા ઓછા છે. પરંતુ દુર્ભાગ્ય માત્ર એટલું જ છે કે પ્રજા શાષિત રાષ્ટ્રમાં … Continue reading 【તમે ક્યાં ના??…. કઈ જાતિ ના??】

【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】

【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】-(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) કોટે મોર ટહુકીયા અને વાદળ ચમકી વીજ; મારા રૂદાને રાણો હામભર્યો એ જોને આવી અષાઢી બીજ! કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની અજર અમર રચના "નવી વર્ષા"ની આ પંક્તિઓ પહેલા વરસાદે યાદ ન કરીએ એ કેમ ચાલે? લ્હાય બળે એવું ગરમ-ગરમ પાણીનું તપેલું બંસીધર મેહતાના પત્ની નરસૈયાને … Continue reading 【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】

【ગુડબાય વેકેશન!】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) અગિયાર વર્ષના કૃષ્ણ જયારે વૃંદાવનની તમામ મસ્તી છોડી મથુરા જઈ રહ્યા હતા, ત્યારે વૃંદાવનમાં સર્જાયેલા ભાવવાહી દ્રશ્યો આપણા ઘરોમાં જોવાની મોસમ એટલે ઉનાળાના વેકેશનની પૂર્ણાહુતિ. મામાના ઘરે કરેલી તમામ મસ્તી કે પછી નાના-નાનીના ઘરે ખાધેલી બે હિસાબ કેરીઓ. ઉનાળાની એ ઠંડી સાંજે ખાધેલા રસદાર બરફના ગોળા અને રાત … Continue reading 【ગુડબાય વેકેશન!】

【પુસ્તક કે સાહિત્ય જોડે પ્રેમ કર્યા સિવાય છૂટકો જ નથી!】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) વાંચનનો શોખ હોવો એ એક આશીર્વાદ છે. કોઈ સામાયિકમાં છપાયેલી વાર્તા કે લેખના શબ્દો જયારે તમારી આંખો સમક્ષ જીવંત થાય ત્યારની મનઃસ્થિતિ કંઈક અદભુત હોય છે. જેવી રીતે કોઈ મોટા પુસ્તકને સંક્ષિપ્ત રીતે વર્ણન કરતી ગાઈડ કે અપેક્ષિત બજારમાં ઉપલબ્ધ હોય છે બસ એવી જ રીતે આજે કોઈ … Continue reading 【પુસ્તક કે સાહિત્ય જોડે પ્રેમ કર્યા સિવાય છૂટકો જ નથી!】

【પરિવારના અન-સંગ હીરો-પપ્પા!!】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) ભારત જેવા પુરુષ પ્રધાન રાષ્ટ્રમાં આ વખતે ચૂંટાયેલા સાંસદોમાં મહિલા સાંસદોની સંખ્યા પાછલા કોઈપણ વર્ષ કરતા વધુ હોવાની જાહેરાત જયારે પ્રધાનમંત્રીએ સંસદભવનમાં કરી ત્યારે દરેક મત દેનાર ભારતીયની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી. દારૂડિયા પતિના દારૂના નાણા ચૂકવવા પેટિયું રળતી મહિલાની તસ્વીર કદાચ હવે સુધરશે એવા અણસાર … Continue reading 【પરિવારના અન-સંગ હીરો-પપ્પા!!】