【અંધારામાં ખાધેલો આઈસ્ક્રીમ: જીવન】

મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે. નાનો હતો ત્યારથી આ મારી એક નબળાઈ રહી છે કે કોઈક દ્વારા આપેલા આઈસ્ક્રીમની ઓફરને ના ન પાડી શકું. પણ હા! પ્લેન આઈસ્ક્રીમ હોવો જોઈએ હો! અંદર ચાવવું પડે એ જરા અસહ્ય લાગે. ચોકલેટના ટુકડાની વાત અલગ છે. આ પૃથ્વી ઉપર મને મારા જેવા અનેક જીવો ભટકાયા છે કે જે પ્લેન … Continue reading 【અંધારામાં ખાધેલો આઈસ્ક્રીમ: જીવન】

【સાહિત્ય સર્જન એટલે વાંચનની આશાએ લખાયેલી હૂંડી!】

કેટલું બધું સાહિત્ય છે આપણી આસપાસ સાહેબ! તમે જે વિષય માંગો એ વિષયનું સાહિત્ય બસ હાથ વેંતમાં તમારી પાસે ઉપસ્થિત થઈ શકે એમ છે. તો બીજી બાજુ એ સાહિત્યોના સર્જન કરવાવાળાની પણ આજે ખોટ નથી. કેટલાંક એવરગ્રીન લેખકોના સદાબહાર સાહિત્યો છે, કે જેને તમે સમયાંતરે વાંચ્યા જ કરો પણ ધરાવ નહીં, તો વળી કેટલાંક આજના … Continue reading 【સાહિત્ય સર્જન એટલે વાંચનની આશાએ લખાયેલી હૂંડી!】

【ફ્રીડમ ટુ ફેઇલ】

બુલાતી હૈ મગર જાને કા નઈ!     યે દુનિયા હૈ...ઇધર જાને કા નઈ!     ઝમિં કો સર પે રખની હૈ.... રખો!     યહાઁ ઠહર જાને કા નઈ!     મેં સિતારે નોચ કર લે આઉંગા...     મેં સિતારે નોચ કર લે આઉંગા....     મેં ખાલી હાથ ઘર જાને કા નઈ!     શેર મુશાયરાની દુનિયાના બે તાજ બાદશાહ એવા સ્વ. રાહત ઇન્દોરી સાહેબનો આ … Continue reading 【ફ્રીડમ ટુ ફેઇલ】

【કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચેનો બ્રિધીંગ ટાઈમ મહત્વનો છે!】

એક હતું જંગલ. એ જંગલમાં તીડ અને કીડી રહેતા હતા. ઉનાળાની ઋતુ હતી. તીડ તો હસતું ગાતું અને આનંદ કિલ્લોલ કરતું. જ્યારે આ બાજુ કીડી પોતાનું દર બનાવવામાં વ્યસ્ત હતી. એકાએક તીડની દ્રષ્ટિ કીડી ઉપર પડી. એટલે તીડે પૂછ્યું કે "કીડીબેન, આટલી સરસ ઋતુ છે અને તમે આ કઈ માથાકૂટમાં પડ્યા છો?", કીડીએ ઉપર આકાશ … Continue reading 【કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચેનો બ્રિધીંગ ટાઈમ મહત્વનો છે!】

【તમે ક્યાં ના??…. કઈ જાતિ ના??】

【તમે ક્યાં ના??…. કઈ જાતિ ના??】-તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર ભારતીય સંવિધાનની વાત કરીએ તો આટલી મોટી વસ્તીને લાગુ પડતી કાયદા-કાનૂનની ભગવદ્દગીતા દાદ માંગી લે એવી છે. આટલી મોટી લોકશાહીના નિયમો ઘડીને આંબેડકર સાહેબે જે ચમત્કાર કર્યો છે એના વખાણ કરીએ એટલા ઓછા છે. પરંતુ દુર્ભાગ્ય માત્ર એટલું જ છે કે પ્રજા શાષિત રાષ્ટ્રમાં … Continue reading 【તમે ક્યાં ના??…. કઈ જાતિ ના??】

【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】

【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】-(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) કોટે મોર ટહુકીયા અને વાદળ ચમકી વીજ; મારા રૂદાને રાણો હામભર્યો એ જોને આવી અષાઢી બીજ! કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની અજર અમર રચના "નવી વર્ષા"ની આ પંક્તિઓ પહેલા વરસાદે યાદ ન કરીએ એ કેમ ચાલે? લ્હાય બળે એવું ગરમ-ગરમ પાણીનું તપેલું બંસીધર મેહતાના પત્ની નરસૈયાને … Continue reading 【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】

【માનવતા નો વળાંક】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) એક ૮૫ વર્ષના દર્દીને બચાવવા ડોકટર જીવ સટોસટનો ખેલ ખેલે, દર્દી તો બચી ન શકે પણ એ તબીબોને ઢોર માર મારવામાં આવે. પશ્ચિમ બંગાળમાં તબીબો ઉપર થયેલા આ હુમલાના પડઘા આખા દેશના તબીબો દ્વારા ઝીલી લેવામાં આવે અને હજારો કિલોમીટર દૂર ગુજરાતના કોઈ શહેરમાં વસતો તબીબ એક દિવસ … Continue reading 【માનવતા નો વળાંક】

【ગુડબાય વેકેશન!】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) અગિયાર વર્ષના કૃષ્ણ જયારે વૃંદાવનની તમામ મસ્તી છોડી મથુરા જઈ રહ્યા હતા, ત્યારે વૃંદાવનમાં સર્જાયેલા ભાવવાહી દ્રશ્યો આપણા ઘરોમાં જોવાની મોસમ એટલે ઉનાળાના વેકેશનની પૂર્ણાહુતિ. મામાના ઘરે કરેલી તમામ મસ્તી કે પછી નાના-નાનીના ઘરે ખાધેલી બે હિસાબ કેરીઓ. ઉનાળાની એ ઠંડી સાંજે ખાધેલા રસદાર બરફના ગોળા અને રાત … Continue reading 【ગુડબાય વેકેશન!】

【પુસ્તક કે સાહિત્ય જોડે પ્રેમ કર્યા સિવાય છૂટકો જ નથી!】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) વાંચનનો શોખ હોવો એ એક આશીર્વાદ છે. કોઈ સામાયિકમાં છપાયેલી વાર્તા કે લેખના શબ્દો જયારે તમારી આંખો સમક્ષ જીવંત થાય ત્યારની મનઃસ્થિતિ કંઈક અદભુત હોય છે. જેવી રીતે કોઈ મોટા પુસ્તકને સંક્ષિપ્ત રીતે વર્ણન કરતી ગાઈડ કે અપેક્ષિત બજારમાં ઉપલબ્ધ હોય છે બસ એવી જ રીતે આજે કોઈ … Continue reading 【પુસ્તક કે સાહિત્ય જોડે પ્રેમ કર્યા સિવાય છૂટકો જ નથી!】

【પરિવારના અન-સંગ હીરો-પપ્પા!!】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) ભારત જેવા પુરુષ પ્રધાન રાષ્ટ્રમાં આ વખતે ચૂંટાયેલા સાંસદોમાં મહિલા સાંસદોની સંખ્યા પાછલા કોઈપણ વર્ષ કરતા વધુ હોવાની જાહેરાત જયારે પ્રધાનમંત્રીએ સંસદભવનમાં કરી ત્યારે દરેક મત દેનાર ભારતીયની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી. દારૂડિયા પતિના દારૂના નાણા ચૂકવવા પેટિયું રળતી મહિલાની તસ્વીર કદાચ હવે સુધરશે એવા અણસાર … Continue reading 【પરિવારના અન-સંગ હીરો-પપ્પા!!】

【વિચારોનું અંતર- જનરેશન ગેપ】

(✍️તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) મોટેભાગે એવું જોવા મળ્યું છે કે બાળકનો લગાવ દાદા-દાદી કે નાના-નાની તરફ વધુ જોવા મળતો હોય છે. તો વળી વડીલોને પણ મુદ્દલ કરતા વ્યાજ ચોક્કસપણે વહાલું લાગે એમાં કોઈ નવાઈ નહિ. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે વર્ષોની ઉત્ક્રાંતિ બાદ વાનરમાંથી આપણે સદ્દગૃહસ્થ માનવની સફર ખેડી છે.માનવ તરીકેની વિચારસરણીને જો વર્ષો પહેલાના … Continue reading 【વિચારોનું અંતર- જનરેશન ગેપ】

【માં-બાપ બનવાના તે કંઈ ટ્યુશન ક્લાસીસ હોય?】

(✍️ તિર્થંક રાણા,પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) ડબલ બેડના પલંગ ઉપર ફેલાઈને સૂતી બે વ્યક્તિઓ જયારે પલંગને સામસામે છેડે એક જ પડખે સૂવા માંડે ત્યારે સમજવું કે એ બે વ્યક્તિઓમાં માં-બાપનો જન્મ થયો છે. રાત્રે મોબાઈલમાં એલાર્મ સેટ કરો અને પરોઢે નિર્ધારિત સમયે વાગે; અને આપણી નીંદર ઉડે એ તો સામાન્ય ઘટના ગણાય. પણ બાળકના સૂઈ … Continue reading 【માં-બાપ બનવાના તે કંઈ ટ્યુશન ક્લાસીસ હોય?】

【માતૃભાષા આવડે છે??….તો ફક્ર હૈ !】

(તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) એમ.એસ.ધોની ફિલ્મ ધોનીના વિશ્વ વિજયી છગ્ગા માટે તો યાદગાર છે જ પણ એ ફિલ્મમાં બીજું પણ કંઈક વિશેષ હતું કે જે કાયમ માટે યાદ રાખવા જેવું છે.ફિલ્મમાં પંજાબ અને બિહાર વચ્ચેની એક મેચ દર્શાવવામાં આવી છે, જેમાં પંજાબ તરફથી યુવરાજ સિંહ તો બિહાર તરફથી મહેન્દ્ર સિંહ ધોની રમી રહ્યા … Continue reading 【માતૃભાષા આવડે છે??….તો ફક્ર હૈ !】

【આપણે ખલનાયકોનો પણ આભાર માનવો જોઈએ એમ નથી લાગતું?】

એક હતો છોકરો અને એક હતી છોકરી. બંને વચ્ચે પ્રેમ થયો, બંનેએ એમના માતા-પિતાને વાત કરી અને એમણે રાજી ખુશીથી લગ્ન કરાવ્યા. વાર્તા પૂરી. એક હતો યુવાન, એને ખોલવી હતી એક કોલેજ; જે વગર પૈસે છોકરાઓને ભણાવે; કરી એણે સરકારમાં અરજી, રાજી ખુશી સરકાર એની અરજી માની ગઈ, કોલેજ ખુલી ગઈ, છોકરાઓ ભણવા લાગ્યા અને … Continue reading 【આપણે ખલનાયકોનો પણ આભાર માનવો જોઈએ એમ નથી લાગતું?】

【મનગમતી નોકરી કે કામ મળે જ નહિ તો??】

(તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) એકવાર રાજાને શિકાર ઉપર જવાનું મન થયું; હેરાન કરવાના ઇરાદે મુલ્લા નસીરુદ્દીનને સાથે આવવા ફરમાન કર્યું; ચોમાસાની ઋતુ હતી વાદળો ગરજતાં હતા અને મુશળધાર વરસાદ થવાની પુરેપુરી સંભાવના હતી. જાણી જોઈને મુલ્લાને એક નબળો ઘોડો દેવામાં આવ્યો હતો અને રાજા એક મજબૂત ઘોડા ઉપર સવાર થયા હતા. જંગલમાં પ્રવેશતા … Continue reading 【મનગમતી નોકરી કે કામ મળે જ નહિ તો??】

【જેટલા મન એટલા વિચાર】

નોંધ : ચૂંટણી કે IPLની મોસમમાં સ્નેહીજનો કે મિત્રો સાથે ઉગ્ર ચર્ચામાં ઉતરી પડતા લોકો માટે: રવિવારની સાંજનો સમય હતો, અમે ચાર-પાંચ મિત્રોએ ભેગા મળી અમારા એક મિત્રને ત્યાં IPL ની મેચ જોવાનો પ્લાન બનાવ્યો. સીએસકે અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ હતી. ક્રિકેટમાં જો રસ પડતો હોય અને "બધી મેચ ફિક્સ જ હોય છે" એવી વિચારસરણી … Continue reading 【જેટલા મન એટલા વિચાર】

【માત્ર મત નહિ….”સ્માર્ટ”-મત!!】

સવારે ઉઠીએ અને આપણા ફોનને ગુડમોર્નિંગ કહીએ ત્યારથી ચૂંટણી લક્ષી હજારો પોસ્ટ આપણી નજર સામેથી પસાર થઇ જતી હોય છે. આપણે વર્ષ આખું કામ કરીએ અને વર્ષને અંતે બોસ આપણો પગાર વધારવા આપણી પાસે પાછલા વર્ષના લેખા-જોખા માંગે; એવી જ પરિસ્થિતિ અત્યારે નેતાઓની છે. અલબત્ત, લેખા-જોખા માંગનારા બોસ આપણે છીએ. પહેલા જેટલું ગુપ્ત મતદાન થતું … Continue reading 【માત્ર મત નહિ….”સ્માર્ટ”-મત!!】

【જીવનમાં આવતી પીડા…આપત્તિ છે કે અવસર??】

બોર્ડની પરીક્ષા આપીને વેકેશનની મજા માણી રહ્યા હોઈએ, ત્યારે અઘરું લાગેલું કોઈ એક પેપર યાદ આવી જાય અને હૃદયના કોઈ એક ખૂણે થયેલો એ ઉઝરડો આપણી મજાના સ્વાદિષ્ટ વ્યંજનને સહેજ ખારું કરી નાખે એવું લગભગ આપણે બધાએ અનુભવેલું જ છે. પ્રેમ થાય અને એક મીઠો દર્દ અંતરમાં ઉપડે એ દર્દ તો બધાને ગમે જ પણ … Continue reading 【જીવનમાં આવતી પીડા…આપત્તિ છે કે અવસર??】

【આપણે માહિતીઓના સરનામે પહોંચીએ છીએ ખરા??】

નવરાશની પળોમાં અમે બધા દીવાનખંડમાં બેઠા હતા. ધીમે અવાજે રેડિયો ઉપર જુના ગીતની માત્ર કડીઓ વાગી અને ઘડીના છઠ્ઠા ભાગમાં મમ્મીએ કહ્યું, "વાહ... આતો રફી સાહેબનું; જો વાદા કિયા વો...ગીત!" અને થોડીક જ ક્ષણોમાં એમની ધારણા સાચી પડ્યાના આનંદ સાથે ગર્વભેર એ ગીતની પંક્તિઓ સાથે જોડાઈ ગયા. ગીતના શબ્દો સાંભળતા જ મેં એ શબ્દોને મોબાઈલને … Continue reading 【આપણે માહિતીઓના સરનામે પહોંચીએ છીએ ખરા??】

જીવનમાં જરૂરી છે પતિ-પત્નીનું “ટિમ-વર્ક”!

||સ્ટ્રીટ લાઈટ, પંચામૃત પૂર્તિ|| દિવસ આખો ઓફિસમાં ભેજામારી કર્યા બાદ, લગભગ રાતના ૮ વાગ્યે કેરીની ચુસાયેલી ગોટલી જેવો પતિ ઘરે પહોંચે છે, અને એની રાહ જોતી પત્નીનો ચહેરો જોતા જ એને ખ્યાલ આવી જાય છે કે એનું માથું સખત દુઃખી રહ્યું છે. પરિસ્થિતિનો ખ્યાલ આવતા જ એણે પોતાનો આખા દિવસનો થાક ખંખેરી કહ્યું, "બોલ, આજે … Continue reading જીવનમાં જરૂરી છે પતિ-પત્નીનું “ટિમ-વર્ક”!

ધુળેટી!….ઉત્સવ વહી…રીત નઈ!!

(પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર, તિર્થંક રાણા) બાળ-કૃષ્ણ વૃંદાવનમાં એક મુઠ્ઠી ભરીને માટી પોતાના મોઢામાં મૂકે, ને એમણે ખાધેલી એ એક મુઠ્ઠી માટી; માઁ યશોદાને કૃષ્ણના મુખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવે. આ તાકાત છે આપણાં દેશની માટીની. માટીમાંથી પણ સિંહપુરૂષો જન્મી શકે એનો સાક્ષાત્કાર કરાવનાર જો કોઈ હોય તો એ આ દેશની માટી છે. આ દેશની … Continue reading ધુળેટી!….ઉત્સવ વહી…રીત નઈ!!

વિચાર કરો પણ જરા હટ કે…

મુલ્લા નસીરુદ્દીન એક તળાવને કિનારે માછલી પકડવા બેઠા. લગભગ બે કલાક વીત્યા હશે ત્યાં એક વ્યક્તિએ આવીને એમને કહ્યું: "મુલ્લાજી ક્યારનો જોઉં છું કોઈ માછલી પકડાતી કેમ નથી??"મુલ્લા એ શાંત સ્વરે ઉત્તર આપ્યો, "આવશે દોસ્ત… આવશે!"ફરી બે કલાક વીત્યા, એટલે પેલી વ્યક્તિને ફરી ચટપટી થઇ." મુલ્લાજી તમે લોટ તો બરાબર લગાડ્યો છે ને? જરા જોઈ … Continue reading વિચાર કરો પણ જરા હટ કે…